વજન ઘટાડવાના અમેરિકાના ઈન્જેક્શનને ભારતમાં મંજૂરી:ટાઈપ-2 ડાયાબિટીસ માટે શોધાયેલું ઈન્જેક્શન બેરિયાટ્રિક સર્જરીનો વિકલ્પ બનશે? આ ઈન્જેક્શન ટાઈપ-૨ ડાયાબિટીસ માટે વપરાય છે. પણ ઓછી માત્રામાં લેવાથી વેઈટ લોસ કરવામાં હેલ્પફૂલ છે.
મેદસ્વી વ્યક્તિમાં ટાઈપ-૨ ડાયાબિટીસ થવાનું જોખમ ૮૦% વધારે હોય છે. ગુજરાતમાં, ૩.૯% બાળકો, ૧૯.૯% પુરૂષ પુરુષો અને ૨૨.૬% પુખ્ત સ્ત્રીઓ કાં તો મેદસ્વી અથવા વધુ વજનવાળા છે. ડો. અપૂર્વ વ્યાસ એ વધુ માં જણાવ્યું કે “સ્થૂળતા તેની સાથે અનેક સ્વાસ્થ્ય સંબંધી ડર લાવે છે અને સુધારાત્મક પગલાં લેવામાં ક્યારેય મોડું થતું નથી. શરૂઆતમાં, સ્થૂળતાને સ્વસ્થ જીવનશૈલીમાં બદલવા દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. જ્યારે પ્રારંભિક સુધારાત્મક પગલાં નિષ્ફળ જાય છે, ત્યારે બેરિયાટ્રિક અને મેટાબોલિક સર્જરી એ એકમાત્ર વિકલ્પ છે. સ્લીવ ગેસ્ટ્રેક્ટમી અને ગેસ્ટ્રિક બાયપાસ એ બે પ્રકારની સર્જરી છે, જે દર્દીની જરૂરિયાતોને આધારે પસંદ કરવામાં આવે છે.
ડૉ. અપૂર્વ વ્યાસના મતે દેશમાં સતત ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. નજર અંદાજ કરવામાં આવતી ઓબેસિટી વાસ્તવમાં ખૂબ ગંભીર બીમારી છે જેના કારણે હાર્ટ એટેક અને લીવર ફેઈલ થવાના કિસ્સા બનતાં હોય છે.
Dr. Ankit Prajapati – Brain & Spine Surgery
3rd & 4th Floor, Capital 2, Shital Varsha Mall, Above Passport Seva Kendra, Vijay Cross Road, Navrangpura, Ahmedabad, Gujarat, India - 380009.
Phone Number:
+91-1234567890